હાલમાં શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે આ પવિત્ર માસમાં અને કોઈ લોકો ધાર્મિક પ્રસંગો સહિત વિશેષ પૂજા પાઠ પણ કરતા હોય છે/ તો સાથે સાથે અસામાજિક તત્વો દ્વારા શ્રાવણ માસમાં જુગાર રમવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. ત્યારે અંબાજી પોલીસ વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી જુગાર રમતા 19 વ્યક્તિઓની ધરપકડ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો સાથે સાથે 19 વ્યક્તિઓ સાથે રોકડ રકમ 1 લાખ 21 હજાર 500 સો સાથે કુલ 13,99,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબી પોલીસ અને અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા 19 વ્યક્તિઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા પી.એલ.આહીર પો.સબ.ઇન્સ એલ.સી.બી તથા પોલીસ સ્ટાફના માણસો અંબાજી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળતી માહિતીના આધારે અંબાજી ટાઉનમાં આવેલી રાજમંદીર હોટલના ત્રીજા માળે રેડ કરતાં (1) મિતેશ ઠકકર રહે.પાલનપુર (2) મુરલીધર કાલેર (ભાંડ) રહે.અંબાજી (3) જગુભા રાઠોડ રહે.ભાભર (4) અતુલ ઠક્કર રહે.ભાભર (5) રાહુલર લુહાર રહે.ભાભર (6) ગૌતમર રાજગોર રહે.ઘરનાળ મોટી (7) ભરત માળી રહે.દિયોદર (8) રસીક લુહાર રહે.વખા (9) આનંદ સોની રહે.ભાભર (10) મહીપતસિંહ રાઠોડ રહે.ભાભર (11) અંકીતગીરી ગૌસ્વામી રહે.ખેરાલુ (12)આનંદજી રહે.ડભોડા (13) રમેશ માળી રહે.વખા ગોળીયા (14) સાગર ઠક્કર રહે.પાટણ (15) વિશાલસિંહ રાઠોડ રહે.ભાભર (16) રાહીલ ઘાંચી રહે.ભાભર (17) કનુભા દરબાર રહે.રોનેર તથા (18) અરવિંદ માળી રહે. ભાભર (19) ઇન્દુભા સોલંકી રહે.રાનેરવાળાને કોઈન વડે જુગાર રમતાં રોકડ રકમ રૂ.1,21,500/- સહિત કુલ રૂ.13,99,300/-ના મુદામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત ઇસમોની વિરુદ્ધમાં અંબાજી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ 4,5 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ઉક્ત હાઈપ્રોફાઈલ જુગારકેસમાં હોટલના મેનેજરએ આરોપીઓને હોટલના રૂમમાં જુગાર રમવા માટે વિશિષ્ટ પ્રકરનું ટેબલ (બોર્ડ) તથા અન્ય સંસાધનો ઉપલબ્ધ કરાવેલ હોવાનું જણાઈ આવતાં પોલીસે સ્થળ ઉપરથી તેની પણ ધરપકડ કરેલ છે અને આ જુગાર કેસમાં અન્ય લોકોની સંડોવણી વગેરે બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે.