ઝીંઝુવાડા ગામે ખેતરમાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે જુગાર રમતા 10 શખશોને રૂ. 4.06 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે અચાનક દરોડો પાડી રોકડા રૂ. 85,880 અને પાંચ મોબાઈલ અને ત્રણ વાહનો મળી કુલ રૂ. 4,06,380નો મુદામાલ ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.આ અંગેની પ્રાપ્ત વિગતનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એમ.આર.બુખારી અને આર.ડી.જોશી સહિતના સ્ટાફ અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે લૂણી વિસ્તારમાં આવેલા ખુલ્લા ખેતરમાં ધમધમતા જુગારધામ પર અચાનક દરોડો પડ્યો હતો.અને આ જુગાર અંગેના દરોડામાં જાહેરમાં ગંજીપાના વડે જાહેરમાં પૈસાની હરજીતનો જુગાર રમતા 10 શખશોને રૂ. 4.06 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલે અચાનક દરોડો પાડી રોકડા રૂ. 85,880 અને પાંચ મોબાઈલ કિંમત રૂ. 20,500 અને ત્રણ વાહનો કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 4,06,380નો મુદામાલ ઝબ્બે કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. હાલમાં આ તમામ દશ જુગારીઓની અટક કરી એમની વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે જુગારધારાની કલમ અંગેનો ગુન્હો દાખલ કરી એમના કોવીડનો ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પીએસઆઇ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.