ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુસર ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇમસોને પકડી પાડવા તેમજ

 અમરેલી જિલ્લામાં ગંભિર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અન્વયે ગેરકાયેદસર હથિયાર ધરાવતા ઇસમો ઉપર વોચ રાખી, આવા આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી, ટીમ ગઇ કાલ તા.૨૪/૦૮/૨૦૨૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય જે દરમિયાન બાબરા તાલુકાના રાણપર ગામ નજીકથી એક પરપ્રાંતીય ઇસમને દેશી હાથ બનાવટના તમંચા (અગ્નિશસ્ત્ર) તથા કાર્ટીજ સાથે પકડી પાડેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

 પહાડસિંહ વેસ્તાભાઇ વાસ્કલ, ઉ.વ.૨૨, રહે. રાણપર ગામની સીમ, તા.બાબરા, જિ.અમરેલી, મુળ રહે. ઉમરીકનવાડા, શિવનીપાની ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)

→ પકડાયેલ મુદ્દામાલઃ-

(૧) એક દેશી હાથબનાવટનો તમંચો (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૨,૫૦૦/- 

 (૨) લોખંડના કાર્ટીજ નંગ – ૨ કિ.રૂ. ૦૦/- તથા એક એન્ડ્રોઇલ મોબાઇલ ફોન, કિ.રૂ.૫,૦૦૦/-

 (૩)એક હીરો કંપની ડીલકસ મોડલનું મોટર સાયકલ રજી. નં.MP-69-ZA-0745 કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪૭,૫૦૦/- નો મુદ્દામાલ.

અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી, આરોપી તથા મુદ્દામાલ વધુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

કામગિરી કરનાર અધિકારી/ કર્મચારીઓ 

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હીમકરસિંહ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.