આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના સંયુક્ત ઉપક્રમે ગૌ અધારિત પ્રાકૃતિક ખેતી પર થરાદ તાલુકાના અસોદર ગામ ખાતે એક દિવસીય ખેડૂત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સૌ પ્રથમ કૃષિ મહાવિદ્યાલય, થરાદના આચાર્યશ્રી ર્ડા. આર. એલ. મીના દ્રારા વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની જરૂરીયાત અને યુવા ખેડૂતોને નવી કૃષિ ટેકનોલોજી નો ઉપયોગ કરી ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી વધુ નફો મેળવી શકાય તે બાબતે ખેડૂતોને જાગૃત કરેલ. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા શ્રી પી.બી. સિંહ દ્રારા કે.વી.કે. માં ચાલતી ખેડૂતલક્ષી તાલીમો, નિર્દશનો અને ખેડૂતપયોગી જુદી જુદી પ્રવૃતિઓ અંગે માહિતી આપી ત્યારબાદ કૃષિ મહાવિદ્યાલયના મદદનીશ પ્રાધ્યાપક શ્રી .એમ. પી. ચૌધરી દ્રારા પ્રાકૃતિક ખેતીના જુદા જુદા ઘટકો અને ફાયદાઓ તેમજ પાક અવશેષ વ્યવસ્થાપન વિષે માહિતગાર કર્યા અને કાર્યક્રમ અંતે ખેડૂતમિત્રોને ખેતીમાં મુંઝવતા પ્રશ્નોનોના વિષય નિષ્ણાત દ્રારા સંતોષકારક જવાબ આપવામાં આવેલ. સદર કાર્યક્રમમાં કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી ર્ડા. બી.એમ. નાંન્દ્રે, ર્ડા. પી. સી. પ્રધાન અને શ્રી. બી. જી. ચૌધરી., તેમજ આત્મા થરાદના બી.ટી.એમ શ્રી. પી. ડી. ગલસાર ઉપસ્થિત રહેલ. સદર કાર્યક્રમનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેંદ્ર ના વૈજ્ઞાનિક ર્ડા. વી. કે. પટેલ દ્રાર કરવામાં આવ્યુ.