ડીસા તાલુકાના સમૌમોટા ગામે કિશોરીની પજવણી કરતા વિધર્મી યુવક સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધઇ છે. યુવકે કિશોરીને ફ્રેન્ડશીપ કરવાનું કહી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના સમૌમોટા ગામે રહેતો અરમાન અબ્દુલભાઈ સુમરા ચારેક દિવસ અગાઉ ગામમાંથી નીકળ્યો ત્યારે ગામની કોલેજ જઈ રહેલી એક કિશોરીને પાછળ પાછળ જઈ તેની સાથે ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો. જો કે કિશોરીએ કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ અરમાન સુમરાએ કિશોરીના ઘર આજુબાજુ આંટા મારવાના ચાલુ કરી દીધા હતા. જેમાં કિશોરી જ્યારે ઘરમાં એકલી દખાય ત્યારે તે તેને બીભત્સ ઇશારા કરી સીટીઓ મારતો હતો.

જેમાં ગઈકાલે તેના ઘર આગળ આવી કિશોરીને જણાવેલ કે, મેં ચાર દિવસ અગાઉ ફ્રેન્ડશીપ કરવાનું કહેલું તે વાતનું શું કર્યું અને જો ફ્રેન્ડશીપ નહીં કરે તો તારા મોબાઈલના ફેસબુક અને વોટ્સએપના ડીપીમાંથી તારા અને તારી બેનના ફોટા વાયરલ કરીશ તેવી ધમકી આપી હતી. જેથી કિશોરીએ તેના પરિવારજનોને વાત કરતા પરિવારજનોએ આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અરમાન સુમરા સામે કિશોરીની પજવણી અને છેડતી કરવા બદલ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.