કાર્યક્રમ: ડીસાની એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો...
ડીસા । રબારી ગોપાલક છાત્રાલય ડીસા દ્વારા ડીસા-થરાદ હાઇવે પર આવેલ સમશેરપુરા ગામમાં ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ થયું છે. જેમાં ઉચ્ચતર પ્રાથમિક - માધ્યમિક શાળા તથા રબારી સમાજના કુમાર છાત્રાલયનો પ્રારંભ થયેલ છે અને ડીસા ગોપાલક છાત્રાલયમાં આધુનિક સુવિધા યુક્ત કન્યા છાત્રાલયનો પણ પ્રારંભ થયેલ છે. અગરબેન કાળુભાઈ ખટાણા માધ્યમિક શાળા તથા પ.પૂ. મહંતશ્રી 108 શંકરનાથ ગુરૂ કાશીનાથ પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા દેશભક્તિની થીમ પર આધારિત સમૂહગાન- સમૂહ નૃત્ય- દેશભક્તિ ગીત તથા નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં માધ્યમિક શાળાના નામકરણના દાતા દશરથભાઈ.કે. દેસાઈ (દામા), પ્રકાશભાઈ દેસાઈ (દામા), મફાભાઈ દેસાઈ (દામા), બાબુભાઈ દેસાઈ (ચત્રાલા), નરસિંહભાઇ દેસાઈ (દામા), દિનેશભાઈ દેસાઈ (નાગફણા), ઈશ્વરભાઈ દેસાઈ (દામા) તથા વાલીગણ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.