ભારજ નદીના પટ માં બાઈક ના ડાયવર્ઝન ની સાથે ફોરવ્હીલ નુંકામ ચલાઉ ડાયવર્ઝન બનાવતા શીથોલ, સિહોદ,મોટીરાસલી ગામના યુવાનો : છોટાઉદેપુર પંથક માં ઉત્સાહની લહેર

           પાવીજેતપુર ભારજ નદીના પટમાં બાઈક ના કામ ચલાઉ ડાયવર્ઝન પાસે જ ફોરવ્હીલ માટે પણ ડાયવર્ઝન બનાવવા માટે સીથોલ, સિહોદ અને મોટીરાસલીના યુવાનો કામે લાગી જતા સમગ્ર પંથકમાં ઉત્સાહની લહેર પ્રસરી જવા પામી છે.

            પાવીજેતપુર નજીક ભારજ નદીના પુલના પીલોરો બેસી જતા રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે ૧૧ ઓગષ્ટ થી સિથોલ ગામના યુવાનો દ્વારા ભારજ નદીના પટમાં ૧૦ જેટલા ભુંગળા મૂકી ઉપર રેતીની થેલીઓ તેમજ મોરમ નાખી કામ ચલાઉ ડાયવર્ઝન ચાલુ કરી દેતા રોજની હજારોની સંખ્યામાં બાઈકો ની અવાર જવર શરૂ થઈ જતા જનતાએ હાંશ કરો લીધો હતો. આ સફળતા જોઈ શીથોલ, સિહોદ અને મોટી રાસલીના યુવાનોએ ફોરવીલ પણ આ રસ્તા ઉપર થી પસાર થઈ જાય અને તેઓને ૩૪ કિલોમીટર જેટલું અંતર ન કાપવું પડે તે હેતુસર કામે લાગી જઈ ૫૦૦ થી ૬૦૦ મીટર જેટલા નદીના પટમાં મોરમ પાથરી, રોલર ફેરવી રસ્તો મજબૂત કરી દેવામાં આવ્યો છે. તેમજ જ્યાં બાઈક માટે ડાયવર્ઝન બનાવ્યું છે તેની બાજુમાં જ મોટા ભુંગળા નાખી મોટા વાહનો ત્યાંથી અવરજવર થઈ શકે તે માટેના ચક્રો ગતિમાન થઈ ગયા છે. યુવાનોના જણાવ્યા મુજબ આજરોજ મોડી સાંજ સુધી શક્ય હશે તો આ રસ્તો પૂરો બનાવી દેવામાં આવશે અને ૨૩ ઓગસ્ટ થી શક્ય હશે તો ફોરવ્હીલ પણ પસાર થતી થઈ જશે. ફોરવ્હીલ ના ડાયવર્ઝન માટે શીથોલ, સિહોદ, મોટી રાસલીના યુવાનો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા છોટાઉદેપુર પંથકની તેમજ મધ્યપ્રદેશ સુધીની જનતામાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે સાથે જનતામાં એ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે આ નાનકડા ગામડાના યુવાનો જો ધારી લે તો કામ ચલાઉ ફોરવ્હીલનું ડાયવર્ઝન બનાવી શકતા હોય તો તંત્ર જેમ છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા એ કરેલી રજૂઆત પ્રમાણે ઓલવેધર પાકુ ડાયવર્ઝન કેમ બનાવી ન શકે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે. તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી આ કામ ચલાઉ ડાયવર્ઝન ચાલે છે તે દરમિયાન ઓલવેધર પાકુ ડાયવર્ઝન બનાવી દે તો છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતાને પણ રાહત થશે તેમજ ૩૫ કિલોમીટર જેટલો ફેરો ઘટી જશે તેમ છે.

          આ ભારજ નદીના પટમાં ફોરવ્હીલ માટેનું કામ ચલાઉ ડાયવર્ઝન ની કામગીરી શીથોલ, સિહોદ ,મોટી રાસલીના યુવાનો દ્વારા શરૂ કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.