હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર ખાતે ગત તારીખ 17/07/2023 ના સોમવારના રોજ વિક્રમ સવંત 2079 ના અષાઢ વદ અમાસના પાવન દિવસથી શરૂ થયેલા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન સવા મહિના સુધી શ્રી રામજી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામ શરણદાસ મહારાજના આર્શીવાદ અને તેઓના માર્ગદર્શનથી તેઓના આયોજન હેઠળ અખંડ રામધૂનનું આયોજન તેમજ રામચરિત્ર માનસના અખંડ પાઠનું આયોજન  કરાયું હતું જેની પુર્ણાહુતિનો કાર્યક્રમ આજ રોજ શ્રાવણ સુદ છો ને મંગળવાર તારીખ 22/08/2023 ના રોજ શ્રી રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં હનુમાન ચાલીસા પાઠ સાથે શ્રી અખંડ રામધૂન અને રામચરિત્ર માનસ અખંડ પાઠની ભારે ધાર્મિક વાતાવરણમાં પૂર્ણાહુતિ કરાઈ હતી આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ સહિત વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય પરમ પૂજ્ય મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી મહારાજ તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત સંતો મહંતો અને અનેક મહાનુભવો સહિત કંજરીના ગ્રામજનો તેમજ અનેક રામ ભક્તો હાજર રહ્યા હતા.