પાવીજેતપુરના ભારજ નદીના ઉપરના બેસી ગયેલા પુલ અંગે કોંગ્રેસ દ્વારા અપાયેલું આપેલ આવેદનપત્ર
૨૮ ઓગસ્ટ સુધી કોઈ સમાધાન ન થાય તો છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા લોક આંદોલન ની ચીમકી
પાવીજેતપુર તાલુકાના શિહોદ પાસે આવેલ ભારજ નદીના પુલનું શટલમેન્ટ થવાના કારણે રસ્તો સદંતર બંધ થઈ ગયો છે જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે જનતા વતી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રસ્તો ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જો તેમ કરવામાં નહીં આવે તો ૨૮ ઓગસ્ટ થી રેલવે સ્ટેશન સામે વન કુટીર પાસે ગાંધી ચીંધ્યા માર્ગે લોક આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર ૫૬ ઉપર છોટાઉદેપુર થી બોડેલી વચ્ચે સિહોદ ગામે ભારજ નદી ઉપર બનેલો પુલ આશરે એક મહિના પહેલા નુકશાન થવાને કારણે બેસી જવાથી પુલ ઉપર અવરજવર બંધ કરેલ હોય અને છોટાઉદેપુર થી બોડેલી અને બોડેલી થી છોટાઉદેપુર તરફ આવવા જવા માટે પાવીજેતપુર વન કુટીર થી રંગલી ચોકડી બાજુથી ડાયવર્ઝન આપેલ છે.જે ખુબ લાંબુ પડે છે.વધુમાં આ રોડ પર રસ્તો સાંકડો હોવાને લીધે તેમજ પાવીજેતપુર અને મોડાસાર ચોકડી બોડેલી આગળ પણ જુના પુલો છે જેને પણ વધારે ભારદારી વાહનો અને અન્ય વાહનો ને કારણે નુકશાન થવાની પૂરી સંભાવના છે. સિહોદ પુલ ઉપર અવરજવર બંધ થવાથી ખેડૂતો,વેપારીઓ,નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે જેના વિકલ્પ તરીકે તાત્કાલિક ધોરણે આ પુલ ની નજીકમાં ડાયવર્ઝન આપવામાં આવે તેમજ નુકશાન થયેલ પુલનું સત્વરે સમારકામ ચાલુ કરવાની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા જાહેર જનતા વતી માંગણી છે. માંગણીનો સંતોષકારક ઉકેલ કે કાર્યવાહી ના થાય તો તા ૨૮/૦૮/૨૦૨૩ ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે રેલવે સ્ટેશન સામે વન કુટીર પાસે લોક આંદોલન કરવાની તંત્રને ચેતવણી આપવામાં આવી છે.