પાવીજેતપુર તાલુકાના ધાનપુર ગામ નજીક સુખી ડેમ વિસ્તારમાં મચ્છી પકડવા ગયેલ યુવાન ટ્યુબ ઉપરથી ગબડી પડતા મચ્છીની જાળમાં ફસાઈ જતા ડૂબી જવાથી કરુણ મોત

           પાવીજેતપુર તાલુકાના ધનપુર ગામ નજીક આવેલ સુખી ડેમ વિસ્તારમાં મચ્છી પકડવા માટે જાળ બીછાવવા ગયેલ અબ્દુલ વહાબ શેખ ટાયરની ટ્યુબ ઉપરથી ગબડી જતા પાણીમાં મચ્છીની જાળમાં ફસાઈ જતા ડૂબી જવાથી તેઓનું કરુણ મોત થવા પામ્યું છે. 

          પ્રાપ્ત માહિતી મુજબ ૧૯ ઓગસ્ટના સાંજે ૭:૦૦ વાગ્યાના અરસામાં અબ્દુલ વહાબ અબ્દુલ અજીજ શેખ ( ઉંમર વર્ષ 30 ) નાઓ મચ્છી પકડવા માટે ધનપુર ગામ નજીક સુખી ડેમ વિસ્તારમાં ગયા હતા. અને તેઓ ને મગર પાણીમાં ખેંચી ગયા હોવાની અફવાએ જોર પકડ્યું હતું. તાત્કાલિક તંત્ર દ્વારા આ વિસ્તારના નજીકના ગામો મોતીપુરા, આંબાખુટ, કુંડલ, લુણાજા, ચેથાપુર, ખોંસ વગેરે ગામોના લોકોને તેમજ મચ્છી પકડવા માટે જેને પણ જાળ નાખી હોય તે લોકોએ ડેમમાં જવું નહીં. 

            આ જંગલ વિસ્તાર હોય તેમજ આ ઘટનાની જાણ પાવીજેતપુર જંગલ ખાતાને થતા આરએફઓ પોતાના સ્ટાફ સાથે તેમજ કદવાલ પીએસઆઇ પોતાનો સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું હતું કે અબ્દુલ વહાબ અબ્દુલ અઝીઝ શેખ નાઓ ટાયરની ટ્યુબમાં હવા પૂરી સુખી ડેમના પાણીમાં મચ્છી પકડવા માટે જાળ પાથરવા ગયા હતા એ દરમિયાન ટ્યુબ ઉપરથી પોતાનું સંતુલન ગુમાવતા ડેમના પાણીમાં પડ્યા હતા. પાણીમાં પડતા જ મચ્છીની જાળમાં તેઓ ફસાઈ જતા બહાર નીકળી શક્યા ન હતા. તેથી તેઓનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થવા પામ્યું છે.

         આમ, પાવીજેતપુર તાલુકાના ધનપુર ગામ નજીક સુખી ડેમ વિસ્તારમાં મચ્છી માટે જાળ બિછાવવા ગયેલ અબ્દુલ વહાબ શેખ એ જ જાળમાં ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત થવા પામ્યું છે.