સાયલાના થોરીયાળી ગામની સીમમાં ખેત મજૂરી કરતા પરિવારની મહિલાની એકલતાનો લાભ લઈ બાજૂની વાડીના માલિકે છેડતી કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. સાયલાના થોરીયાળી ગામની પરિણિતા મોટા કેરાળાના માર્ગે આવેલ વાડીએ કપાસનું વાવેતર કરેલ હોય ત્યા નીંદવાનું કામ કરતા હતા.આ દરમીયાન સાંજના સમયે એકલતાનો લાભ લઇને બાજુમાં આવેલ વાડીના માલીક રમેશભાઇ મોતીભાઇના દિકરા અજયભાઇ મકવાણા જે કપાસમા પાણી વાળતો હતો. ત્યાંથી અચાનક કામ છોડીને જયંતિભાઇની પત્ની પાસે આવ્યો હતો અને ધકકો મારીને નીચે પાડી દઇ ને બળજબરી કરી છેડતી કરવા લાગ્યો હતો.અચનાક આવેલા યુવાને છેડતી કરતા ભોગ બનનાર હેબતાઇ ગયા હતા અને તેને રોકવાનો પ્રયત્ન કરી દેકારો કર્યો હતો. અજયએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરંતુ યુવાનના ચુંગલમાંથી છુટવા અને સ્વબચાવમાં અજયના આંખમા માટી નાખી અને ઘકો દઈને ભોગ બનનાર પોતાના ઘેર જવામાં સફળ થઇ હતી. આ બાબતના બનાવની જાણ પરિવારજનોને કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને સાયલા પોલીસે ગુન્હલ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं