લીંબડી નાનાવાસમાં રિક્ષામાં બેસાવા બાબતે બે યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારામારીનો બનાવમાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડામાં યુવકને જેલમાં ધકેલાઈ તે માટે લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં લૂંટની ફરિયાદ ખોટી થઈ હોવાનું સાબિત થયું હતું. પોલીસ રિપોર્ટ બાદ લૂંટની કલમ કોર્ટમાં દૂર કરવામાં આવી હતી.લીંબડી નાનાવાસ વિસ્તારમાં રહેતા કુલદીપ પરમાર અને પ્રવિણ ઉર્ફે રઘુ મકવાણા વચ્ચે રિક્ષામાં બેસવા બાબતે મારામારી થઈ હતી. પ્રવિણે કુલદીપ સામે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે કુલદીપે પ્રવિણને જેલમાં ધકેલવા માટે રૂ.22,500 લૂંટની ફરિયાદ નોંધાવી હતી. લૂંટનો ગુનો દાખલ થતાં પોલીસ દોડતી થઈ હતી.જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ લીંબડી પોલીસને બનાવ અંગે યોગ્ય તપાસ કરવા સૂચના આપી હતી. પીએસઆઈ બી.કે.મારૂડા, અજયભાઈ ચિહલાએ બનાવના સ્થળે પંચનામું કરી બન્ને યુવકો વચ્ચે થયેલો ઝઘડો નજરે જોનારા અને સાહીદોની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે કુલદીપે પ્રવીણને જેલમાં મોકલવા માટે લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાહીદોના નિવેદન અને ઈન્વેસ્ટીગેશન રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. સાહીદોને કોર્ટ સમક્ષ ઈન્ટરોગેટ કરતાં બનાવ લૂંટનો નહીં પણ મારામારીનો હોવાનું સાબિત થયું હતું. કોર્ટે પ્રવિણ સામે લૂંટની કલમ દૂર કરી હતી.