સુરેન્દ્રનગર જીલ્લામાં તા.08/08/2023 થી તા.17/08/2023 સુધી દિન-10 ની નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ ખાસ ડ્રાઇવનું આયોજન કરી સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ ફરી નાસતા ફરતા આરોપીઓ બાબત હકિકતો મેળવી તપાસ કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ત્રિવેદી સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. સી.એ એરવાડીયા નાઓને ભારપુર્વક જણાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ. જે અન્વયે પેરોલ ફર્લો સક્વોડના પો.સબ.ઇન્સ. સી.એ.એરવાડીયા નાઓએ સ્ટાફના માણસોને નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ. જે અનવ્યે તા.17/08/2023 ના રોજ પેરોલ ફ્લર્લો સ્કવોડની ટીમ સુરેન્દ્રનગર ચોટીલા પો.સ્ટે.વિસ્તાર નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા.દરમ્યાન સાથેના પો.કોન્સ નરેશભાઇ સુરાભાઇ નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી ચોટીલા પોલીસ સ્ટેશનના આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જગુભાઇ બાબભાઇ ધાધલ જાતે-કાઠી દરબાર ઉ.વ.42, રહે,ગામ-થાનગઢ તા. થાનગઢ, જી સુરેન્દ્રનગર વાળાને ગામ-થાનગઢ સુર્યા ચોક તા. થાનગઢ જી સુ.નગર વિસ્તારમાંથી હસ્તગત કરી તપાસ અર્થે આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. સી.એ.એરવાડીયા સાહેબ તથા સ્ટાફના પો.કોન્સ.- ધવલભાઇ મહેશભાઇ તથા પો.કોન્સ-દેવરાજભાઇ મગનભાઇ તથા પો.કોન્સ-નરેશભાઇ સુરાભાઇ તથા ડ્રા.પો.હેડ.કોન્સ-વિક્રમભાઇ નારાયણભાઇ એ રીતેની ટીમ દ્વારા નાસતો ફરતો આરોપી પકડી પાડવામાં આવેલ છે.