આજ રોજ કામરેજ તાલુકા પંચાયત કચેરી મથકે આઝાદી કા અમૃત મહોત્સવના પૂર્ણતા અવસરે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતી અધ્યક્ષ મુકેશભાઈ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સુરત જિલ્લા ડી.ડી.ઓ બી.કે વસાવા,કામરેજ સેવાસદન મથકના પ્રાંત અધિકારી એસ.સી સાવલિયા,તાલુકા પંચાયત પ્રમુખ અજિત આહીર,કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પટેલ તેમજ કામરેજ ટીડીઓ સહિત જિલ્લા,તાલુકા પંચાયત સભ્યો હાજર રહ્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી બી.કે વસાવાએ કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન કરી હાજર લોકોને આવકાર્ય હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત માજી સૈનિકો,શહીદ સૈનિકો પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા.તદુપરાંત માજી સૈનિક અને હાલમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીને પણ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત પંચ પ્રણ પ્રતિજ્ઞા મેરી મિટ્ટી મેરા દેશ મુજબ દેશના વિવિધ ગામોના લોકો પોતાના ગામની માટી ભેગી કરી હાથમાં લઈ અથવા તે માટીના દિવડા લઈને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.શીલા ફલકમ અંતર્ગત દેશના અથવા ગામોના શહીદો વીર ગતીને પામ્યા તેમજ દેશની સ્વતંત્રતા માટે ભોગ આપનારને યાદ કરી તેમની યાદમાં શહીદ સ્મારક સ્મૃતિ શિલાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વસુધા વંદન અંતર્ગત આઝાદી કા 75 માં અમૃત મહોત્સવ નિમિતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.તેમજ વીરો કો વંદન અંતર્ગત દેશના અને ગામડાઓ માંથી સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ શહીદ થયેલા જવાનોના પરિવાર તેમજ નિવૃત્ત આર્મી મેનનું શાલ ઓઢાડી અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કામરેજ પોલીસ મથકના પી આઇ આર.બી ભટોળની આગેવાનીમાં ફ્લેગ માર્ચનું આયોજન કરી કાર્યક્રમની શોભામાં અભીવૃદ્ધિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોસમાડી શાળાના આચાર્ય યાસીન મુલતાની કર્યું હતું.