હાલ સમગ્ર ગુજરાત મારી માટી મારો દેશ ,માટી ને નમન વિરો ને વંદન ,આજાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશ માટે પોતાના પ્રાણો ની આહુતિ આપનાર વીર શહીદો ની યાદ રૂપે માળીયા હાટીના તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યકમ યોજવામાં આવ્યો હતો 

ત્યારે તાલુકા પંચાયત ના ગ્રાઉન્ડ માં દીપ પ્રાગટય સાથે આ કાર્યકમ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં નાની બળાઓ દ્વારા મહેમાનો ને કુમ કુમ તિલક કરવામાં આવ્યું હતું જ્યારે વીર શહીદો ને યાદ કરતા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને શીલા નું અનાવરણ કરવામાં આવ્યું હતું .તેમજ ભારત દેશ ની સરહદો પર સેવા આપી નિવૃત થયેલા સેનિકો ને સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સાથે ધરતી હરિયાળી બને તે માટે અને લોકો વૃક્ષો નું જતન કરતા થાય તેવી પ્રેરણા અને સંદેશો લોકો સુધી પહોંચે જે અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

ત્યારે આ કાર્યક્રમમાં માં માળીયા તાલુકા મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા, ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવ,તેમજ તાલુકા પંચાયત ના કર્મચારીઓ અને  68 ગામ ના સરપંચ શ્રીઓ તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો સહિત આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓ તેમજ ભારતીય સેના ના નિવૃત જવાનો સહિત  ગામ લોકો બહોળી શખયમાં ઉપસ્થિત રહિયા હતા.

ત્યારે આ કાર્યક્રમમાં માં વિકસિત ભારત ના વિકાસ અને તેમને સમર્પિત રહેવા માટે આ કાર્યકમ માં સહભાગી થયેલા તમામ લોકોએ હાથ માં દીપ લઈ પ્રતિજ્ઞા લીધી હતી.જ્યારે આ કાર્યકમ ને રંગારંગ બનાવવા માટે કલાકારો દ્વારા મનોરંજન આપવામાં આવ્યું હતું

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) :- સંપર્ક- 9925095750