જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વ.મહેશભાઈ ભોગીલાલ દોશી ની પુણ્યતિથિ નિમિતે ગાયો ને લીલો ઘાસચારો તથા ગોળ ખવડાવવા માં આવ્યો
.જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વ.મહેશભાઈ ભોગીલાલ દોશી (અમદાવાદ ) ની બીજી માસિક પુણ્યતિથિ નિમિતે ઈન્દીરા બેન મહેશભાઈ દોશી તથા શીતલ બેન પથિકભાઈ દોશી ના સૌજન્ય થી. હસ્તે જાયન્ટ્સ સભ્ય સમીરભાઈ દોશી દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ , દામુભાઈ ની વાડી ,તુરખા રોડ ,બોટાદ ખાતે ગાયો અને અબોલ જીવો ને ૪૫૦૦ કિલો લીલો ઘાસચારો તથા ૧૨૫ કિલો ગોળ ખવડાવવા માં આવેલ.
ગૌ સેવા એજ પ્રભુ સેવા અને અબોલ જીવ માટે .આ જીવદયા ના ઉત્તમ કાર્ય પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ કેતનભાઈ રોજેસરા ,યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , દાતા પરિવાર વતી જાયન્ટ્સ સમીરભાઈ દોશી , પૂર્વ પ્રમુખ લાલજીભાઇ કળથીયા, કાનજી ભાઈ કળથીયા તથા નિલેશભાઈ કોઠારી , જાયન્ટ્સ સભ્યો મુકેશભાઈ જોટાણીયા , હરેશભાઇ પીઠવા વગેરે ઉપસ્થિત રહેલ.
Dharmendra lathigara Botad