જૂનાગઢ જિલ્લા માં જેતપુર સોમનાથ નેશનલ હાઇવે પર પાણીધ્રા ફાટક પાસે આજે નીલગાય અને ફોરવિલ ચાલક ની ટક્કર થવા પામી હતી 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અજાણ્યા વાહનચાલક હાઇવે પર પુર ઝડપ સાથે સોમનાથ થી જૂનાગઢ તરફ જઈ રહીયો હતો ત્યારે નીલગાય પણ પુર ઝડપ સાથે રસ્તો ઓળગવા જતા બંને વચ્ચે ટક્કર થવા પામી હતી ત્યારે ફોરવિલ ચાલક દ્વારા ગાડી પર કાબુ જાળવી રાખતા માત્ર ફોરવિલ ના આગળ ના ભાગે નુકશાન થયું હતું જ્યારે નીલગાય ના બે પગ ભાંગી જાવા પામીયા હતા .ટક્કર થતા જ આસપાસ ના ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યારે ફોરવિલ ચાલક ત્યાંથી નીકળી ગયો હતો

ઘટના ને લઈ ને સ્થાનિકો દ્વારા વન વિભાગ ને જાણ કરવામાં આવતા વન વિભાગ ના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને નીલગાય ને એનિમલ કેર ચેન્ટર ખાતે મોકલી આપી હતી 

ત્યારે આ ઘટના માં ગંભીર રીતે ઘાયલ થયેલ નીલગાય લોહી લુહાણ બની હતી  ઉલ્લેખનીય છે કે હાલ નિલગાયો ની પ્રજાતી વધી રહી છે ત્યારે હવે નિલગાયો જંગલ ની બહાર સિમ વિસ્તાર માં ફરતી જોવા મળે છે તેમજ ખેડૂતો ના પાક માં પણ પડી પાથરી રહે છે ત્યારે આજે એક બાજુ થી બીજું બાજુ નીલગાય ઝડપ સાથે રસ્તો પસાર કરવા જતાં ફોરવિલ સાથે અથડાય હતી

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ )સંપર્ક :- 9925095750