અમીરગઢ પાસેથી વહેતી અને બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસનદીમાં પાણીનો વહેણ વધારે હોઈ ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુર તાલુકાના સુંઢા ગામનો રાજુભાઈ ઠાકોર મિત્રો સાથે અમીરગઢની બનાસનદીમાં આવેલ હોઈ બધા નદીમાં ન્હાવા પડયા હતા. જેમાંથી અન્ય મિત્રો નદીમાં પાણીમાં ઊંડા સુધી જતા તેઓ ડૂબવા લગતા હોઈ રાજુભાઈ તેઓને બચાવવા માટે કૂદી પડ્યો હતો. પરંતુ વધારે પાણી હોઈ તે પણ ડૂબવા લાગ્યો હતો. થયું એવું કે, તે જેને બચાવવા માટે પડ્યો હતો તે લોકો બચી ગયા અને પોતે મોતને ભેંટ્યો હતો.

સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરતા પોલીસ આવી સરકારી દવાખાને પી એમ માટે લઇ ગયા હતા અને તેના પરિવારને જાણ કરતા તેઓ પણ આવી પોહચ્યાં હતા અને પોતાના પુત્રની આવી અણધારી વિદાયથી મોટા આઘાતથી હૈયાફાટ રુદન કરતા વાતાવરણમાં આક્રંદ છવાયો હતો.