ડીસા તાલુકાના કણજારા ગામે દેવીપૂજક પરિવાર માં કૌટુંબીક ઝઘડાની અદાવતમાં બે શખસોએ છરી અને ધોકા વડે એક વૃદ્ધની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, જે મામલે ડીસા તાલુકા પોલીસે હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

ડીસા તાલુકાના કણજારા ગામના શંકરભાઈ નાનજી ભાઈ દેવીપૂજક ગામમાં ગૌચરની જમીનમાં છાપરા બનાવી રહે છે, અને બકરા ચરાવી તેઓનું ગુજરાન ચલાવે છે, તેમના પિતા નાનજી ભાઈ હરિભાઈ દેવીપુજક ગતરાત્રે તેમના ભાઈ ના ઘરે થી જમીને ગામમાં આવેલા તેઓના જુના ઘર તરફ જતા હતા,  ત્યારે રસ્તામાં સહદેવભાઈ છગનભાઈ દેવીપૂજક અને અશોકભાઈ પ્રહલાદભાઈ દેવીપૂજક બંને જણાએ નાનજી ભાઈ ને રોકીને અગાઉ તેમના દીકરા અને તેની પત્નીએ કેમ ફરિયાદ કરી હતી..

તેમ કહી અપશબ્દો બોલી છરીના ઘા મારી તેમજ ધોકા વડે માર મારતા નાનજી ભાઈ લોહી લુહાણ હાલતમાં જમીન પર પટકાયા હતા..

જે અંગેની જાણ થતા તેમના પરિવાર જનો દોડી આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત નાનજી ભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનમાં ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું..

જે અંગે શંકરભાઈ દેવીપૂજકે તેમના પિતાની હત્યા કરનાર સહદેવ દેવીપૂજક અને અશોક દેવીપૂજક સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..