મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી અંતર્ગત ચોટીલા તાલુકાના પીપળીયા (ઢો) ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમિયાન આ ગામમાંથી નેવીમાં તેમજ પોલીસ વિભાગમાં સેવા આપી રહેલા વીર જવાનોનું સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે શીલાફલકમનું અનાવરણ, હાથમાં માટી તેમજ દીવા સાથે પંચ પ્રતિજ્ઞા, 75 રોપાઓની વાવણી કરી અમૃતવાટિકાનું નિર્માણ તેમજ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન, ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ જિલ્લા - તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી સહિત સ્થાનિક અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.