જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આયોજિત તેમજ જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રિજીયન નાં સેવા સપ્તાહ નિમિતે દરેક સમાજનાં વ્યક્તિને મદદરૂપ થવા માટેના પ્રયાસ રૂપે મેગા મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નિ:શુલ્ક આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું આયોજન તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ (અલ્ટ્રા વિઝન એકેડમી) ખાતે કરેલ. જેમાં સૌરાષ્ટ્ર રિજીયન ચેરમેન કાર્તિકભાઈ શાહ, ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જીલ્લા ભાજપ અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, કલેકટર કે. સી. સંપત સાહેબ, ફેડરેશન ઉપપ્રમુખ મનીષભાઈ દોશી, સૌરાષ્ટ્ર રીજીયન ઈંઙઙ ચેતનભાઈ વોરા, સૌરાષ્ટ્ર રીજીયન સેક્રેટરી હિરેનભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ ને સફર બનાવવા માટે સિલ્વર ગ્રુપ નાં પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ સંઘવી તેમજ સિલ્વર ગ્રુપ ની સમગ્ર કારોબારી ટીમ દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવેલ. આ મેડિકલ કેમ્પ માં અંદાજિત 970 વ્યક્તિઓએ મેડિકલ ચેકઅપનો લાભ લીધો તેમજ 75 રક્ત ની બોટલ એકત્રિત કરવામાં આવેલ અને અંદાજિત 125 થી વધુ વ્યક્તિઓ નાં આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા..