સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં પે. સેન્ટર શાળા, વિ ડી નગદિયા હાઈસ્કૂલ તેમજ ગાયત્રી વિદ્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

  આ ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ નાટક કરી સૌ વિધાથીર્ઓ એ ગ્રામજનો અને પધારેલા મહેમાનો ને મંત્ર મુગ્ધ કરી દે તેવું લાગણી સાથે વકતૃત્વ પ્રદાન કર્યું હતું.

   બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

15મી ઓગસ્ટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ. અમે અમારા બહાદુર શહીદોને નમન કરીએ છીએ. તેમના સન્માનમાં આખો દેશ એક રંગમાં રંગાઈ જાય છે. આઝાદીનો મહાન તહેવાર દેશના ખૂણે ખૂણે ઉજવવામાં આવે છે. દરેક ગલીઓમાં ત્રિરંગો લહેરાવવામાં આવે છે.

રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા