બનાસકાંઠા જિલ્લાના દાંતા પો.સ્ટે. વિસ્તારમાંથી જુગાર રમતાં ચાર શકુની ઝડપાયા

દાંતા પોલીસ ઉંઘતી રહી અને એલસીબી પોલીસે બાજી મારી

પાલનપુર થી આવેલી એલસીબી જો જુગાર ધામ પકડી શકતી હોય તો દાંતા પોલીસ ને કેમ આ જુગાર રમતા લોકો ન દેખાયા

બનાસકાંઠા ” જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ સાહેબ નાઓએ દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર.ગઢવી તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.દેસાઈ, નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોએ મળેલ બાતમી હકીકત આધારે દાંતા પો.સ્ટે. વિસ્તાર હદના દાંતા ટાઉન વિસ્તારમાં ગંજીપાના પૈસાથી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહેલ ઈસમો (૧) શોહેબભાઈ ઉર્ફે વાણીયો નાસીરભાઈ પઠાણ (૨) વશીમભાઈ ટીકામાઈ ચૌહાણ (3) ઈલિયાસભાઈ રહીમભાઈ લખીયારા (૪) આમીનભાઈ યાસીનભાઈ ચૌહાણ તમામ રહે.પાલનપુર, જનતાનગર મસ્જિદ પાસે, તા.પાલનપુર વાળાઓને પકડી રોકડ રકમ રૂ.15.820 તેમજ જુગારના સાહિત્ય સહિતના અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.16.820 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા મુજબ દાંતા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે