ખાંભા તાલુકાના જુના માલકનેશ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તા.13/08/2023 ને રવિવારના રોજ જુના માલકનેશ ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વીર શહીદોના સ્મારકને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અને માટી તેમજ દીપ લઈ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતાં.અને ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી તેમજ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખાંભા તાલુકા વિકાસ અધિકારીશ્રી ધોરી સાહેબ ,સરપંચ કૈલાશબેન મથુરભાઈ પરમાર,તલાટી કમ મંત્રી ઉમાબેન ,ગ્રામ સેવક,ફોરેસ્ટ સ્ટાફ,હેલ્થ વિભાગ સ્ટાફ,એફ.એચ.ડબલ્યુ,અશાવર્કેર,સી.એચ. ઓ, ઉપ સરપંચ શ્રી અનકભાઈ કોટિલા,એસ. એમ.સી.અધ્યક્ષ અરવિંદભાઈ શિયાળ,પત્રકાર હસમુખભાઈ શિયાળ, પ્રા શાળા ના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,શિક્ષક શ્રી કપીલભાઈ ઉપાધ્યાય,ધર્મેશભાઈ બારીયા,તેમજ ગામના આગેવાન ગોબરભાઈ શિયાળ,રમેશભાઈ સાવલિયા,ભરતભાઈ મકવાણા ,મથુરભાઈ પરમાર વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.