આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા તા. 9થી 31 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમા "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 'મારી માટી, મેરા દેશ' અભિયાનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ઠેર-ઠેર ગ્રામ પંચાયતો ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.આ ઉપરાંત, 77માં સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને ગત વર્ષની માફક આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાના તમામ લોકોને આ અભિયાનમાં સહભાગી બનવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં "મારી માટી, મારો દેશ" અને "હર ઘર તિરંગા અભિયાન"નું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં આ બંને કાર્યક્રમને લઈને જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આખા જિલ્લામાં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો તેમાં સહભાગી બની રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવતીકાલે જિલ્લામાં તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગો, દરેક એસોસીએશન, વિદ્યાર્થીઓ અને દરેક લોકોને ઉત્સાહભેર ભાગ લેવા હાર્દિક નિમંત્રણ પણ પાઠવ્યું હતું. વધુમાં તેમણે, આવતીકાલથી 15 ઓગસ્ટ સુધી "હર ઘર તિરંગા અભિયાન" અંતર્ગત જિલ્લાવાસીઓને પોતાના ઘર, ઓફિસ, જાહેર સ્થળો પર મોટી સંખ્યામાં તિરંગો લહેરાવી આજની યુવા પેઢીમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવા જણાવ્યું હતું."મારી માટી, મારો દેશ" અભિયાન વિશેની વાત કરતાં તેમણે જિલ્લાવાસીઓને હાથમાં માટી લઈ અથવા વીર સપૂતોને યાદ કરી શીલાફલકમ પાસે સેલ્ફી ક્લિક કરી https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરીને આ કાર્યક્રમમાં સહભાગી બનવા અપીલ પણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પોષણયુક્ત પાવડર વિતરણ કરેલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા પોષણયુક્ત પાવડર વિતરણ કરેલ
Kangana Ranaut के सामने Mandi में Vikramaditya Singh की चुनौती, स्थानीय लोग क्या बोले (BBC Hindi)
Kangana Ranaut के सामने Mandi में Vikramaditya Singh की चुनौती, स्थानीय लोग क्या बोले (BBC Hindi)
World Cup 2023: BCCI ने जारी की Team India की WC वाली जर्सी, फैंस का दिल हुआ खुश | वनइंडिया हिंदी
World Cup 2023: BCCI ने जारी की Team India की WC वाली जर्सी, फैंस का दिल हुआ खुश | वनइंडिया हिंदी
21 ऑगस्ट रोजी परीक्षा केंद्र परिसरात कलम १४४ लागू
21 ऑगस्ट रोजी परीक्षा केंद्र परिसरात कलम १४४ लागू
महाराष्ट्र लोकसेवा आयोगाच्या राज्यसेवा...