સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં બેન્ક ઓફ બરોડાનુ એટીએમ ન હોવાથી લોકો પરેશાન....
સાવરકુંડલા તાલુકાનું મોટા માં મોટું ગામ વિજપડી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના એકાઉન્ટ બેન્ક ઓફ બરોડા માં હોય અને અવારનવાર રજૂઆત કરવા છતાં. બેંકના કર્મચારી દ્વારા રજૂઆતોને દબાવી દેવા હોય તેવું લાગી રહ્યું છે.
આજ દિન સુધી એટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી કોઈ ઈમરજન્સી દવાખાને કામે અથવા અન્ય કોઈ જરૂરિયાતના કારણે એટીએમની સુવિધા હોય તો કેટલાંય લોકોને કામ ઝડપથી થઈ શકે પરંતુ હજી સુધી કોઈપણ પ્રતિક્રિયા આ અધિકારીઓ દ્વારા ઉપલબ્ધ થઈ નથી.
આ બેન્ક ઓફ બરોડા માં વેપારી તેમજ ખેડૂત તેમજ અન્ય વિદ્યાર્થીઓના ખાતા ધરાવતા હોય અને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડતો હોય છે. એટીએમ ની સુવિધા હોય તો બેંકના કર્મચારીઓને પણ કામગીરી ઓછી થઈ જાય કેશમાં પણ ભીડ ઓછી રહે. પરંતુ ગ્રાહકોને જે પોઝિશન થાય કલાક સુધી લાંબી કતાર માં ઉભો રહેવું પડે સિનિયર સિટીઝનને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ગ્રામ્ય પ્રજાને આ બાબતે અજાણ હોય.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા