સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના ભાજપનો સદસ્ય વિરુધ્ધ ઇંગ્લિશ દારૂ વેચતો હોવાનો ગુન્હો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પાલિકાના વોર્ડ નંબર 8ના ભાજપના સદસ્ય વિશાલ જાદવ વિરૂધ્ધ સુરેન્દ્રનગર LCB પોલીસે બી-ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના ભાજપ સદસ્ય વિશાલ જાદવ જુની હાઉસિંગ સોસાયટીમાં પોતાના ઘર પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે અચાનક રેઇડ કરી હતી. જેમાં પાલિકાના ભાજપના સદસ્ય વિશાલ જાદવના ઘરના આેટલા પાસેથી ઇંગ્લિશ દારૂની 16 બોટલો મળી આવી હતી. જ્યારે વિશાલ જાદવ હાજર મળી આવ્યો નહોતો.જેમાં LCB પોલીસ ટીમે કરેલી રેઇડમાં માત્ર બિનવારસી હાલતમાં દારૂ મળી આવ્યો હતો, પરંતુ ભાજપનો સદસ્ય ન ઝડપાતા શહેરમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. હાલ તો, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાના ભાજપના સદસ્ય વિશાલ જાદવ વિરુધ્ધ ઇંગ્લિશ દારૂ વેચતો હોવાનો ગુન્હો નોંધાતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.