પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલ ગામે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના જાબુઆ ગામના વતની અને બાકરોલ ગામે રેલ્વે સ્ટેશન પાસે કોન્ટ્રાક્ટમાં મજૂરીનું કામ કરતો ૩૦ વર્ષીય શંકર પારગી નામના યુવાનને બાકરોલ રેલ્વે સ્ટેશનના ક્વાર્ટર્સ નજીક ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી જેમાં આ પરપ્રાંતીય યુવાન શંકર પારગીને મોબાઈલના માધ્યમથી લલચામણી અને લોભામણી જાહેરાતો દ્વારા આકર્ષિત કરતી ઓનલાઈન રમીની જુગારની ગેમ રમવાની લત લાગી હતી જે રમીની જુગારની ગેમમાં શંકર પારગી ત્રણ લાખ રૂપિયા જેટલા હારી ગયો હતો જે ત્રણ લાખ રૂપિયા તેના એકાઉન્ટમાંથી કપાઈ જતા તે દેવાદાર થઈ જતા હારી થાકી તેણે પોતાની જીવન લીલા સંકેલી લેવાનો મક્કમ નિર્ણય કરી રેલવે સ્ટેશન પાછળ આવેલા ક્વોટર્સ પાસે એક બારીની ગ્રીલ સાથે પોતાના ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેમાં આત્મહત્યા કરતા પહેલા શંકર પારગીએ સુસાઇડ નોટમાં પોતાની જિંદગી ટૂંકાવી દેવાનું કારણ ઓનલાઈન રમીની જુગાર હોવાનું જણાવ્યું હતું અને તે ઓનલાઇન રમી નામના જુગારની રમતમાં ત્રણ લાખ રૂપિયા હારી જતાં તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું જેમાં બનાવને લઈને ગોધરા રેલવે પોલીસ બાકરોલ ખાતે દોડી આવી હતી અને શંકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ઓનલાઇન મોબાઇલના માધ્યમથી રમાતી રમી જેવા જુગારની જોખમી રમતે એક શ્રમજીવી યુવાનનો ભોગ લીધો હોવાની ચર્ચાઓ ચૌરે અને ચોંટે ચાલી હતી અને મોબાઇલમાં માધ્યમથી રમાતી ઓનલાઇન જુગારની લત પાછળ ઘેલા થયેલા યુવાનો માટે આ કમભાગી બનાવ આંખો ઉઘડનારો હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું