સુરેન્દ્રનગર સીટી એ ડિવિજન ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન જુગાર અંગે બાતમી મળી હતી.જેમાં દાળમીલરોડ સોમનાથ પાર્કમાં દરોડો કરાયો હતો.જ્યાંથી 7 મહિલા અને 2 પુરૂષોને રૂ.15,600ના મુદામાલ સાથે ઝડપી પડાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાંથી જુગાર રમતા મહિલાઓને અને પુરૂષોને પોલીસે ઝડપી પાડ્યા હતા.આ બનાવની મળતી વિગતો મુજબ શહેરમાં વધતી જુગારની બદીને નાબુદ કરવાની સુચનાને લઇ સીટી એ ડિવિજન પોલીસની જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.શહેર વિસ્તારમાં હોવા દરમિયાન એએસઆઇ એસ.વી.દાફડાને જુગાર અંગે બાતમી મળી હતી.આથી દાળમીલ રોડ સોમનાથપાર્કમાં કેશુબા રણજીતસિંહ ઝાલાના મકાનમાં તપાસ કરાતા જુગાર રમતા શખ્સોમાં પોલીસને જોઇ નાસભાગ મચી હતી.
પરંતુ પોલીસે સોમનાથ પાર્કના કેશુબા રણજીતસિંહ ઝાલા, સાગર સોસાયટીના સરોજબેન હકાભાઇ પરમાર, મફતીયાપરાના સલમાબેન રમેશભાઇ મીઠાપરા, મુળીના ધરમબા પવુભા પરમાર, દાળમીલરોડ જ્યોત્સનાબેન દિપકભાઇ ચારોલા, ફીરદોષસોસાયટી પુજાબેન સવજીભાઇ મકવાણા, ફીરદોષસોસાયટી કિરણબેન દેવકરણભાઇ ગઢવી, સાગર સોસાયટીના હકાભાઇ જીવાભાઇ પરમાર, સાગરપાર્કના ભગીરથસિંહ પ્રવિણસિંહ ઝાલાને ઝડપી પડાયા હતા.તેમની પાસેથી રોકડા, મોબાઇલ, સહિત રૂ.15,600નો મુદામાલ જપ્ત કરાયોહતો.આ તમામ સામે સીટી એ ડિવિજન પોલીસ મથકે ધનરાજસિંહ વાઘેલાએ જુગારનો ગુનો નોંધાવાયો હતો.