ચોટીલાના ચાણપા ગામની સીમમાં ધોળે દિવસે દીપડાએ દેખા દેતાં ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગામની સીમમાં આવેલા એક ખેતરમાં રહેતા ખેડૂતના શ્વાનને દીપડો ઉપાડી ગયો અને વૃક્ષ પર લઈ જઈને તેની મિજબાની માણી. થોડા સમય બાદ મરેલા શ્વાનને વૃક્ષ પર લટકતું જ રહેવા દઈને દીપડો ત્યાંથી નાસી છૂટ્યો. ચાણપા ગામની સીમમાં અનેક વખત દીપડો દેખા દઈ ચૂક્યો છે. જેને લઈને ખેડૂતોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડીને જલ્દી પાંજરે પૂરવામાં આવે તેવી આસપાસના ખેડૂતોની માગ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं