રાજુલા તાલુકાના ભેરાઇ ગામે સિંહ મંદિર ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામા આવી છે......
રાજુલા તાલુકાના ભેરાઇ ગામે આવેલ સિંહ મંદિર ખાતે વિશ્વ સિંહ દિવસ નીમીતે અનોખી ઉજવણી કરવામા આવી હતી. જેમા નેચર ક્લબ,વન વિભાગ એસીએફ તથા આરએફઓ સહિત વન પ્રેમીઓ દ્વારા સિંહ મંદિર ખાતે પૂજા કરી આરતી ઉતારવામા આવી તેમજ સિંહ ચાલીશા અને ભજનનુ આયોજન કરાયુ હતું. અને સાથોસાથ હું સિંહ સાથે હું ગીર સાથેના નારા લગાવ્યા હતાં. ખાસ કરીને ભારતમાં પહેલું એવું સિંહ મંદિર બન્યું હોય તો અહીંયા રાજુલાના ભેરાઇ ગામે આવેલુ છે. અને વર્ષ ૨૦૧૪ માં બે સિંહણો રેલ્વે ટ્રેક પર અકસ્માતમાં મૃત્યુ પામી હતી. ત્યારે વનપ્રેમીઓ અને નેચરલ કલબ તેમજ માલધારી દ્વારા આ સિંહણનુ ભેરાઇ ગામની વાડી વિસ્તારમાં આહીર સમાજના અગ્રણીએ હરશુરભાઇએ સિંહ મંદિર બનાવવા માટે પોતાની જમીન આપી હતી. ત્યારે દર વર્ષે અહીંયા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરવામા આવી છે. આ કાર્યક્રમમા એસીએફ વાધેલા, રાજુલા રેન્જ આર.એફ.ઓ યોગરાજસિંહ રાઠોડ, સહીત વન પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.....
રિપોર્ટ...કરશન પરમાર જાફરાબાદ