રોટરી ક્લબ ડિવાઇન ડીસા દ્વારા સંચાલિત ‘આશા કિરણ'' સ્કૂલમાં મંગળવાર ના રોજ "હેલ્પીંગ હેન્ડ’ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, જેના પ્રોજેક્ટ ચેરમેન રોટે. પલકબેન પંચાલ હતા, તેમના દ્વારા બાળકોને એક-એક કિલો ચોખા આપવામાં આવ્યા હતા..
આ પ્રોજેક્ટમાં પ્રમુખ રોટે.ગિરીજાબેન અગ્રવાલ, સેક્રેટરી ડૉ. વર્ષાબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન પલકબેન પંચાલ, અરુણા બેન શર્મા, ડૉ.અવનીબેન ઠક્કર, કાન્તાબેન પટેલ, ફાલ્ગુની બેન ઠક્કર, દીપિકાબેન પટેલ, ડૉ.શિખાબેન દેસાઈ, સ્કૂલના ટિચર પ્રવીણભાઈ બારોટ વગેરે હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..