ડીસામાં રવિવારે રાત્રે આઠ મહિલાઓને પોલીસે જુગાર રમતાં ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 2.77 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસા દક્ષિણ પોલીસની ટીમે સુંદરમ બંગ્લોઝના મકાન નં. એફ- 3માં છાપો માર્યો હતો.

જ્યાં જુગાર રમતી સુંદરમ સોસાયટીની કવિતાબેન ભગવાનદાસ ઉર્ફે ભગાભાઇ જમનાદાસ ઠક્કર, નહેરૂનગર ટેકરા વિસ્તારની લાજવંતીબેન વાસુભાઇ ખત્રી, સાંઇનાથ સોસાયટીની ભગવતીબેન ચંદુભાઇ સિંધી, રબારીવાસની લીલાબેન કિશનભાઇ સિંધી, સાર્થક બંગ્લોજની શારદાબેન મહેશ્વરી, સિંધી કોલોનીની આશાબેન મુકેશભાઇ વજીર,વંદના બંગ્લોઝની સુશીલાબેન પીતામ્બરભાઇ સિંધી અને વિરેનપાર્કની કવિતાબેન શોભરાજભાઇ સિંધીને ઝડપી લીધી હતી. જેમની પાસેથી રૂપિયા 22,900નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.