જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામ ના લોકો આજે વિશાળ શખયમાં માળીયા હાટીના ખાતે આવેલ PGVCL ની કચેરી ખાતે ઉગ્ર રોષ સાથે દોડી ગયા હતા અને PGVCL કચેરી ના અધિકારી ને આવેદન આપ્યું હતું
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામ ને આપવામાં આવતો વીજ પુરવઠો અમરાપુર ગામે આવેલા 66 kv સબ સ્ટેશનમાંથી મળે છે પણ હાલ PGVCL દ્વારા લોડ વધારાનું બહાનું કરી અને અમરાપુર ગામ ને મળતો વીજ પુરવઠો મેંદરડા સબ ડિવિઝન માંથી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અમરાપુર ગીર ગામ ના લોકો માળીયા ખાતે દોડી ગયા હતા
આવેદન પત્ર માં જણાવ્યા અનુસાર અમરાપુર ગીર ગામે થી મેંદરડા 25 km થાય છે જ્યારે તેની સામે માળીયા 12km થાય છે ત્યારે અવારનવાર થતા વીજ ફોલ્ટ ના કારણે અમરાપુર ગીર ગામ ના લોકોને માળીયા હાટીના સબ ડિવિઝન નજીક અને અનુકૂળ આવતું હોય છે તેમજ વીજ કચેરી ને લાગતા કામકાજ સરળતાથી કરી શકાય છે
ત્યારે વીજ તંત્ર ની આવી કામગીરી ને કારણે લોકોને હેરાન થવું પડે છે જેથી માળીયા તાલુકા ના અમરાપુર ગીર ગામને માળીયા હાટીના સબ ડિવિઝન માંથી ખસેડી અને મેંદરડા સબ ડિવિઝન માં સામેલ કરવામાં ન આવે અને જો આગામી દિવસો માં મેંદરડા માં ખસેડવાની કામગીરી કરવામાં આવશે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે અને સરપંચ શ્રી ની આગેવાની હેઠળ કચેરી ને તાળાબંધી કરવામાં આવશે તેમજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ગ્રામ જનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી