સુરેન્દ્રનગર શહેરના પ્રોફેસર સોસાયટી નજીકથી બિનવારસી હાલતમાં એક આધેડની લાશ મળી છે અંદાજિત 40 વર્ષથી વધુ વયના આધેડની લાશ મળી આવી છે ત્યારે આ મુદ્દે આજુબાજુના લોકો દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ ઘટના કરે દોડી જઈ અને લાશનો સ્વીકાર કરી અને લાશને પીએમ માટે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.ત્યારે આજુબાજુના લોકો જણાવી રહ્યા છે કે ગત સવારે 11:00 વાગ્યાના અરસામાં આધેડ પ્રોફેસર સોસાયટી થી લઈ મુખ્ય રસ્તા સુધી આંટાફેરા મારી રહ્યા હતા તે દરમિયાન પ્રોફેસર સોસાયટીના વણાંકમાં જ અચાનક ઘડી પડ્યા હતા અને તેમનું મોત નીકળ્યું હતું આ અંગે ત્યાં આજુબાજુના વેપારીઓ તથા ધંધાકીય લોકો દ્વારા પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો 108 નો સંપર્ક સાધવામાં આવતા 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મળી આવેલા આધેડ ની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેમનું મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું.ત્યારે પોલીસ તંત્ર દ્વારા આજુબાજુના લોકોને પૂછવામાં આવતા કોઈપણ પ્રકારની વિગતો આજુબાજુના લોકો પાસે ન હતીજોકે પોલીસ દ્વારા હુમન સોર્સને પણ કામે લગાવવામાં આવ્યા હતા અને જે મૃતક છે તેના પરિવારજનોને શોધી કાઢવા અંગેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી આ મૃતક ના પરિવારજનોની શોધખોળ થઈ નથી પોલીસે ડેડબોડીને પીએમ માટે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડી દીધી છે. ત્યારે આ આધેડ ને કોઈ પણ ઓળખતા હોય અથવા તેની સગા સંબંધીઓની જાણ હોય તો આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના મુખ્ય નંબર 02752 242917 અથવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીનો સંપર્ક સાધી શકે છે તેવી અપીલ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજમાં આ આધેડની લાશ ને રાખવામાં આવી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं