ચોમાસાની સિઝનમાં ગીર પંથકમા વન્યપ્રાણીઓના લોકો ઉપર હૂમલા વધી રહ્યા છે. સાથે સિંહ-દીપડા ગામોમા ઘૂસીને શિકાર કરવાની શોધમાં આવી ચઢતા હોય છે. ત્યારે તાલાલા તાલુકાના માધુપુર ગામે ગત રાત્રિના એક સિંહણ ગામની મધ્યમાં રહેણાક વિસ્તારમાં આવતા પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી. જેમાં એક ગાય પર સિંહણે હુમલો કરી મારણની મીજબાની માણતા હોવાની સમગ્ર ઘટના લોકોએ મોબાઈલમાં કેદ કરી હતાતાલાલાના માધુપુર ગામમાં મોડી રાત્રીનાં સમયે એક સિંહણ આવતા શહેરીજનો અને રખડતા પશુઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. સિંહણે એક ગાયને નિશાન બનાવી તેનાં પર હુમલો કરી દેતા સ્થળ પર જ ગાય નીચે ઢળી પડી અને મોતને ઘાટ ઉતરી ગઈ હતી. બાદમાં સિંહણે મારણની મીજબાની માણી હતી આસપાસમાં રહેતાં લોકોને જાણ થતાં લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને મારણનો લાઇવ વીડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આમ ગામમાં રહેણાક વિસ્તારમાં સિંહણે ગાયનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.