જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ખાતે મામાલતદાર કચેરી ને અન્ય જગ્યા પર ખસેડવા માટે ઘણા લોકોની માગ હતી જ્યારે માળીયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા મામલતદાર કચેરી ને અન્ય જગ્યા પર ન ખસેડવા માટે જનવવામાં આવ્યું હતું ત્યારે આજે માળીયા હાટીના શહેર ના તેમજ તાલુકા ભર માંથી અલગ અલગ જ્ઞાતિ આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ મામલતદાર કચેરી માળીયા હાટીના ખાતે પહોંચ્યા હતા અને મામાલતદાર કચેરી ને અન્ય સારી જગ્યા પર ખસેડવાની માગ ને સમર્થન આપ્યું હતું સાથે સાથે આગેવાનો દ્વારા જણાવાયું હતું કે મામલતદાર કચેરી માળીયા શહેર ની બહાર નવી બનેલી કોર્ટ સમક્ષ લઈ જવામાં આવી રહી છે જે યોગ્ય છે ત્યાં લોકો ને બહુ સરળ પડશે તેમજ બધા લોકો આશાની થી પહોંચી શકશે
લોકો ની માગ હતી કે નવી મામલતદાર કચેરી સારી જગાય પર બને ત્યારે સરકાર દ્વારા નવી મામલતદાર કચેરી સારી સુવિધાઓ સાથે સારી અને યોગ્ય જગ્યા પર મળી રહી છે ત્યારે તમામ લોકોએ સમર્થન આપવું જોઈએ તેવું આગેવાનો દ્વારા જણાવાયું હતું
રિપોર્ટ :- પરેશ વાઢીયા - વાઢીયાભાઈ (માળીયા હાટીના)
સંપર્ક :- 9925095750