નાગેશ્રી પોલીસ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે હેમાળ-લોર ગામની વચ્ચે દાતરડી સીમમાં જતા નળ વાળા રસ્તામાં જાહેર જગ્યામાં ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા ૩૧,૫૦૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-પર, કિં.રૂ.૦૦/૦૦ તથા એક હાથ બતી કિ.રૂ.૧૦૦/- મળી કુલ રૂ.૩૧,૬૦૦/- ના મુદામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આરોપીઓની વિગત.

(૧) જાદવભાઇ પુંજાભાઇ બાંભણીયા, રહે.વઢેરા, તા.જાફરાબાદ, જિ.અમરેલી

(૨) ચંદુભાઇ ભીખાભાઇ શીયાળ, રહે.વેળાકોટ, તા.ગીર ગઢડા, જિ.ગીર સોમનાથ

(૩) ધીરૂભાઇ દેવાયતભાઇ જેઠવા, રહે.હેમાળ, તાજાફરાબાદ, જિ.અમરેલી

(૪) સુરેન્દ્રભાઇ મુળુભાઇ વાળા, રહે.રાજુલા, શિક્ષક સોસાયટી, તા.રાજુલા, જિ.અમરેલી

આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ તથા હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા અનિલભાઇ વિનુભાઇ દાફડા તથા કનુભાઇ છગનભાઇ બાંભણીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.