પાવીજેતપુર તાલુકાના વાંકોલ ગામે ખેતર ખેડવા બાબતે કૌટુંબિક ઝઘડામાં વિધવા મહિલા ઉપર સસરા સાસુ અને દિયરે પાવડાના પાછળના ભાગથી કરેલો જીવલેણ હુમલો
પાવીજેતપુર તાલુકાના વાંકોલ ગામે વિધવા મહિલા પોતાની નાની દીકરી સાથે ખેતર ખેડવા જતા સાસુ, સસરા તથા દિયર દ્વારા તું અહીંયા ડાંગર કેમ રૂપે છે ? તેમ કહી લોખંડના પાવડા ની પાછળ નો ભાગ માથામાં મારી દઈ જીવલેણ હુમલો કરતા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે સુરેશભાઈ કરસનભાઈ ની વિધવા મહિલા ઇન્દિરાબેન રાઠવા ( ઉ . વ. ૪૭ )તથા તેઓની દીકરી નામે સમર્થબેન સાથે ચીમનવાળા ખેતરે ડાંગર રોપવા માટે ગયેલા હતા અને ખેતરમાં ડાંગર રોપતા હતા તે સમયે આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં કૌટુંબીક દિયર અનિલભાઇ કરશનભાઇ રાઠવા, સાસુ બુચીબેન કરશનભાઇ રાઠવા નાઓ તેમના હાથમાં પાવ ડો લઈને અને તથા સસરા કરશનભાઇ ચીમાભાઇ રાઠવાનાઓ તેના હાથમા લાકડી લઈને આવેલા અને અમોને જણાવેલ કે “ તમોને આ ખેતરમાં ડાંગર રોપવાની ના પાડેલ તેમ છતાં તમે કેમ ડાંગર રોપો છો ? તેવું કહેતાં તેઓને ઇન્દિરાબેને કહેલ કે પંચોના કહેવાથી ડાંગર રોપીયે છે. તેમ કહેતા આ તમામ માણસો એકદમ ઉશ્કેરાઇ ગયેલા અને ગમે તેવી ગાળો બોલવા લાગેલા અને અનિલભાઇ કરશનભાઇ રાઠવા નાઓ ઇન્દિરાબેનને તેના હાથમાનો લાકડાના હાથાવાળો લોખંડનો પાવડાની પાછળનો લોખંડવાળો ભાગ(મુંદર) માથાના ભાગે બે વાર મારી દિધેલ અને પાવડાના લાકડાનો હાથો ડાબા હાથે કાંડાના ભાગે મારી દિધેલ તે પછી ઇન્દિરાબેન જમીન પર નીચે પડી ગયેલ તે સમયે સાસુ બુચીબેન કરશનભાઇ ચીમાભાઇ રાઠવા નાની તેના હાથમાનો લાકડાના હાથાવાળો લોખંડનો પાવડાના પાછળનો લોખંડવાળો ભાગ(મુંદર) ઇન્દિરાબેનને કપાળના ભાગે ઉપરા છાપરી બે વાર મારી દિધેલ તે સમયે છોડાવવા માટે દીકરી સમર્થબેન તથા સહદેવભાઈ અનીલભાઈ રાઠવા નાઓ આવતા સસરા કરશનભાઇ ચીમાભાઇ રાઠવા નાઓ તેમના હાથમાની લાકડી દીકરી સમર્થબેનને જમણા ખભાના ભાગે મારી દિધેલ તેમજ દિયર અનિલભાઇ કરશનભાઇ રાઠવા નાઓ પણ તેના હાથમાના લોખંડના પાવડાનો લાકડાનો હાથો સમર્થબેનને માથાના ભાગે મારી દિધેલ હતો તે પછી બુમાબુમ કરતા આ બધા ઇન્દિરાબેન લોકો ને કહેતા હતા કે “ આજે તમો બચી ગયા છો હવે પછી આ ખેતરમાં આવશો તો તમોને જીવતા છોડીશું નહીં તેવી ધમકી આપતા આ બધા ત્યાથી નાસી ગયેલ હતા.
તે પછી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ઘાયલ થયેલ ઇન્દિરાબેન તેમજ તેમની દીકરી ૧૦૮ એમ્બ્યુલન્સમાં બેસીને પાવીજેતપુર સરકારી દવાખાને આવેલ હતા અને ઇન્દિરાબેનના માથામા ૧૬ ટાંકા તથા ડાબા હાથના કાંડા ના ભાગે ઈજા થયેલ છે. અને દીકરી સમર્થને માથાના ભાગે તથા જમણા ખભા ના ભાગે ઇજાઓ થયેલ હતી.
આમ, વિધવા ઇન્દિરાબેન ઉપર સાસુ, સસરા અને દિયરે હુમલો કરતા પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જે અંગે ગુનો નોંધી પાવીજેતપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.