ગાંજો ૩ કિલો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૩૬,૦૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
એસ.ઓ.જી. ટીમ ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હોય. જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ખાંભા-ઉના હાઈવે ઉપર રોડની જમણી બાજુ સરકારી પડતર જગ્યામાં મામા દેવ નો આશ્રમ રાહાગાળા તરીકે ઓળખાતી જગ્યાનાં પુજારી ચંદુગીરી જમનાગીરી ગૌસ્વામી રહે.ભગવતીપરા ખાંભા તા.ખાંભા જિ.અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના આશ્રમની ઓરડીમાં ગેરકાયદેસર કોઇપણ જાતના લાયસન્સ વગર ગાંજા જેવો માદક પદાર્થ રાખી વેચાણ કરે છે, તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી -
ચંદુગીરી જમનાગીરી ગૌસ્વામી ઉ.વ.૬૪ ધંધો.સેવાપુજા રહેવાસી- ભગવતીપરા ખાંભા તા.ખાંભા જી.અમરેલી.
→ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ:-
મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન આજથી તેર વર્ષ પહેલા ધારી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૬૫/૨૦૧૦ એન.ડી.પી.એસ.એકટની કલમ-૨૦-બી મુજબ ૩ કીલો ગાંજાનાં જથ્થા સાથે પકડાયેલ હતો.
પકડવાના બાકી આરોપી -
મજકુર પકડાયેલ આરોપીની પુછપરછ દરમિયાન સદરહું પકડાયેલ ભેજ યુક્ત ગાંજાનો જથ્થો સુરતના રહેવાસી
ભારતીબેન નામની મહિલા રહે.સુરત વાળા આપી ગયેલ હતા.
પકડાયેલ મુદ્દામાલ -
વનસ્પતિજન્ય સુકો-ભેજ યુક્ત માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન-૩ કિલો કિ.રૂા.૩૦૦૦૦/-તથા એક કાપડની થેલી કિ.રૂા.૦૦/-તથા એક ડીઝીટલ ઈલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૧૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦૦/- મળી કુલ કિ.રૂા.૩૬૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
અને મજકુર ઈસમને વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. અને
પકડવા ઉપર બાકી રહેલ મહિલા આરોપીને પકડી પાડવા ચક્રોગતીમાન કરવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી. ટીમનાં અના.એ.એસ.આઇ. સંજયભાઇ પરમાર તથા નાજભાઇ પોપટ તથા રફીકભાઇ રાઠોડ તથા યુવરાજસિંહ સરવૈયા તથા હેડ કોન્સ.મનિષદાન ગઢવી તથા સુરેશભાઇ મેર તથા પો.કોન્સ. મહેશભાઇ રાઠોડ તથા જયરાજભાઇ વાળા તથા જીજ્ઞેશભાઇ પોપટાણી તથા જનકભાઇ કુવાડીયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.