જીપીએસસી વર્ગ -૩ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કુમારી નિશા વોરાને "સમાજ રત્ન"એવોર્ડ એનાયત...
આણંદ જિલ્લાના સોજીત્રા ગામની દિકરી કુમારી નિશા એસ.વોરાએ જીપીએસસી વર્ગ-૩ ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને મુસ્લિમ સમાજનું તથા ગામનું નામ રોશન કરી ગૌરવ વધારતાં વેલફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી ખેડા જિલ્લાના પ્રમુખ મુઝમ્મીલખાન પઠાણ ધ્વારા"સમાજ રત્ન" એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવેલ સંસ્થાના ઉપપ્રમુ સલીમભાઈ ડુચ, સેક્રેટરી ઈકબાલ મેમન, ઈમ્તિયાઝ વૈધ તથા હફીઝ ભાઈ મલેકે કુમારી નિશા વોરાને જ્વલંત સફળતા માટે હાર્દિક અભિનંદન પાઠવી તેનું સ્વપ્ન આઈએસ બનવાનું સાકાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કુમારી નિશાએ ટ્યુશન વર્ગ વિના સ્વ મહેનતથી આ સફળતા પ્રાપ્ત કરીને સમાજના વિદ્યાર્થીઓ માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિશા નું સ્વપ્ન આઈપીએસ અધિકારી બની દેશ સેવા કરવાનુ છે