દિયોદર પોલિસ દ્વારા માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ (જન જાગૃતિ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા....વર્તમાન સમયમાં અવનવા કિસ્સાઓ બની રહ્યા છે, બાળકોનું અપહરણ તેમજ મહિલાઓનું અપહરણ,ચોરી લૂંટફાટ અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા જન જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે શાળામાં ભણતા બાળકોમાં જાગૃતતા આવે અને સલામત રીતે અભ્યાસ કરી શકે તે માટે બનાસકાંઠા એસ.પી તેમજ દિયોદર ડિ.વાય.એસ. પી.તેમજ દિયોદર પી.એસ.આઈ ની સૂચના મુજબ માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ( જન જાગૃતિ ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં માટે દિયોદર વી.કે. વાઘેલા હાઈ. અને આદર્શ હાઈ. માં દિયોદર પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યારે ઘરેથી શાળાએ આવતા હોય કે શાળાએથી ઘરે જતા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિથી દૂર ચાલવું, અજાણ્યા વ્યક્તિના સાધનમાં બેસવું નહીં,તમને પોતાની નજીક આવવા બોલાવે તો જવું નહીં,, અન્ય કોઈ વસ્તુ આપે તો ખાવી નહીં,, આવી કોઈ ઘટના જાણવા મળે તો નજીક ના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો, આ કાર્યક્રમમાં વી. કે.વાઘેલા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એ.પી.ભાટી તેમજ મનદીપસિંહ ચૌહાણ તેમજ આદર્શ હાઈ. ના આચાર્ય સી.ડી.ચૌધરી પણ જોડાયા હતા..