સુરેન્દ્રનગરના ચોકડી પાસે એક વર્ષ પૂર્વે કુખ્યાત વ્યકિત દ્વારા એક વ્યકિતને માર મારી કરવામાં આવેલી લૂંટના કેસમાં લીંબડીએ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં કુખ્યાત આરોપીને લઈ પોલીસ આજે ચુડા અને ચોકડી પહોંચી હતી અને આ વિસ્તારમાં આરોપીએ છુપાવેલું હથિયાર કબજે કર્યું હતું. મહાવીરસિંહ સિંધવને ચોકડી અને ચુડા લઈ જવાતા તેને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા.મારામારી સમયે મહાવીરસિંહ સિંધવે જે લાઇસન્સવાળા હથીયારનો ઉપયોગ કર્યો હતો, તે વઢવાણ GIDCમાં આવેલા કારખાનામાં છૂપાવ્યા હોવાનું આરોપીએ પોલીસ વિભાગ સમક્ષ કબુલ્યું હતુ. આથી પોલીસ વિભાગ દ્વારા આરોપીને સાથે રાખી અને જ્યાં હથિયાર છુપાવ્યુ હતુ, તે સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી અને હથિયાર કબજે કર્યુ ંહતું.આ કેસમાં લીંબડી, ચુડા, ધજાળા, બી ડિવિઝન અને વઢવાણ પોલીસ તપાસમાં કામે લાગી છે. આ ચકચારી કેસમાં 1 વર્ષ પહેલાં આરોપી દ્વારા ચુડાના ચોકડી પાસે સામાન્ય બાબતે મારામારી કરી લૂંટ કરી ફરિયાદીને રીવોલ્વર દેખાડવામાં આવી હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે આરોપીને જોવા એકઠા થઇ ગયા હતા.