સીમા સુરક્ષા દળ દ્વારા ભુજ ખાતે મુન્દ્રા રોડ થી એક તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ તેમજ હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ સવારે સીમા સુરક્ષા દળ દ્વારા ભુજ ખાતે મુન્દ્રા રોડ થી એક તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીમાં 100 બીએસએફના જવાનોએ ભાગ લીધો હતો. બાઈક રેલીને કમાન્ડેટ શ્રી રાજકુમાર નેગીએ લીલી ઝંડી આપી હતી.