જૂનાગઢ ના ભેસાણ તાલુકાના બરવાળા ગામ ના સરપંચે હસમુખભાઈ પાડલિયા (વાળંદ) પર હુમલો કર્યા ની ઘટના સામે આવી છે. જોકે સરપંચ સામે ફરિયાદ પણ નોધવામાં આવી છે. હસમુખભાઈ એ ફરિયાદ માં જણાવ્યા અનુસાર ભેંસાણ સરકારી દવાખાને પૂછવાથી ફરિયાદ હકીકત જણાવેલ તા. ૨૭/૦૭/૨૦૨૩ ના રોજ હું તથા અમારા ગામના સભ્યો રાજકોટ મોદી સાહેબનો કાર્યક્રમ હોય જેથી બધા સાથે એસટી બસમાં બેસીને રાજકોટ ગયેલ હતા અને રાજકોટ બપોરના અઢી વાગ્યે અમો બધા રાજકોટ પહોંચેલ જેથી બધા કાર્યક્રમમાં બસમાંથી ઉતરીને ચાલીને જતા હતા તે દરમિયાન મને ચક્કર આવવા લાગતા હું નીચે પડી ગયેલ જેથી કોઈ અજાણ્યા રિક્ષાવાળા ભાઈ મને રાજકોટ બસ સ્ટેન્ડ મૂકી ગયેલ અને રાજકોટ થી બસ મળતા હું મારી મેળે રાજકોટ થી અમારા ગામ બરવાળા ગામે આશરે નવ વાગ્યે પહોંચેલ બાદ હું બસમાંથી ઉતરીને ગામમાં ચાલીને આવતો હતો તે દરિમયાન રોડ ઉપર રામજી મંદિર પાસે હનુમાન બાપાની ડેરી આવેલી હોય ત્યાં અમારા ગામના સરપંચ અશોકભાઈ માવજી ભાઈ ગોંડલીયા મને સામા મળેલ અને મને કહેવા લાગેલ કે તું કેમ પૂછ્યા વગર રાજકોટથી આવતો રહેલ એમ કહીને મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી મારી સાથે ઝઘડો કરવા લાગે જેથી હું આ અશોકભાઈને સમજાવવા જતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને ગાલ ઉપર ઝાપટો મારી દીધેલ તથા જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલવા લાગેલ તથા શરીરે જેમ ફાવે તેમ ઢીકા પાટુનો મુંઢ મારવા લાગેલ જેથી હું નીચે પડી જતા આ અશોકભાઈ ત્યાંથી જતા રહેલ અને મને ધમકી આપીને જતા રહેલ બાદ હું મારા ઘરે જતો રહેલ હતો બાદ બીજા દિવસે મને શરીરે દુખાવો થતા ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ આવી જતા તેમાં હું તથા મારા પત્ની સાથે બેસીને અહીં ભેસાણ સરકારી દવાખાને સારવારમાં દાખલ થયેલ છે હાલ મારી સારવાર ચાલુ છે અને હું સંપૂર્ણ ભાનમાં છે.આ બનાવનું કારણ એવું છે કે હું રાજકોટ મુકામે મોદી સાહેબના કાર્યક્રમમાં ગયેલ હોય અને મને ચક્કર આવતા હું કોઈને પૂછ્યા વગર રાજકોટથી આવતો રહેલ હોય જે બાબતનું મન દુઃખ રાખી અમારા ગામના સરપંચ અશોકભાઈ માવજી ભાઈ ગોંડલીયાએ મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી મને શરીરે ઝાપટો મારી તથા ઢીકા પાટુનો મુંઢ માર મારી મને ગામમાંથી નીકળી જવાની ધમકી આપી. ઇજા પહોંચાડેલ હોય જેથી આ હું અશોકભાઈ ગોંડલીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મારી ફરિયાદ નોંધાવું છું...આ ઘટના ને ગુજરાત નો નાઈ સમાજ માં વભારે રોષ ફેલાયો છે..