દિયોદર ના રામપુરા (ધુ) ગામે મહિલા અસલામત,,ઈસમે ઘરમાં જઈ છેડતી કરતા રજુઆત..પરણિત મહિલાએ નાયબ પોલીસ અધિક્ષક ને લેખિત ફરિયાદ કરી...દિયોદર તાલુકાના રામપુરા (ધૂ) ગામે એક પરણિત મહિલા ઘરે એકલી હોવાનો લાભ લઇ ગામના એક ઈસમે મહિલા ના ઘરે જઈ છેડતી કરતા મહિલાએ દિયોદર પોલીસ મથકે લેખિત માં રજૂઆત કરી છે અને આરોપી સામે કડક પગલાં ભરવા માગ કરી છે..દિયોદર તાલુકાના રામપુરા (ધું) ગામે એક પરણિત મહિલા ઘરે એકલી હતી અને તેના પરિવારજનો બહાર ગયા હતા તે સમય ગામમાં રહેતો વિનોદજી ઠાકોર નામનો ઈસમ નશા ની હાલતમાં મહિલા ના ઘરે જઈ એકલતા નો લાભ લઇ મહિલાની છેડતી કરી હતી અને મહિલાના કપડાં પણ ફડાવી નાખ્યા હતા તે સમય મહિલાએ બૂમો પાડતા લોકો દોડી આવતા ઈસમ નાશી ગયો હતો જે બાબતે મહિલાએ દિયોદર પોલીસ મથકે આવી આરોપી સામે કડક પગલાં ભરવા લેખિત ફરિયાદ આપી હતી જેમાં મહિલાએ બીજા દિવસે દિયોદર નાયબ પોલીસ અધીક્ષક કચેરી ખાતે પણ લેખિત ફરિયાદ કરીઆરોપી સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી હતી...