પિત્તાશય અને તેનો સૌથી કોમન રોગ પિત્તાશયની પથરી પીત્તાશય એ એક થેલી જેવું અવયવ છે જે લિવરની જોડે ચોંટેલું હોય છે. તેનું કામ પિત્તનો સંગ્રહ કરવાનું છે, જે ખોરાક ના પાચન ની જરૂરિયાત પ્રમાણે તેમાં ભેળવવાની પ્રક્રિયામાં ભાગ લે છે.આપણે જાણીએ છીએ તેમ જે પણ પ્રવાહી કે વસ્તુ એક જગા એ સંગ્રહિત થાય, વપરાય નહિ અથવા વધુ પ્રમાણ માં ઉદભવે તો તેમાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે અથવા તેમાં ક્ષાર બાઝે છે. સામાન્ય રીતે પથરી એટલે કિડની ના ડોકટર જોડે જ જવાનું એવી માન્યતા લોકોમાં હોય છે, પરંતુ શરીર માં પથરી અલગ અલગ ૪ જગ્યા એ થાય છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

૧. પેશાબના માર્ગની પથરી

૨. પિત્તાશય (Gall bladder) ની પથરી

૩. સ્વાદુપિંડ (pancreas) ની પથરી

૪. લાળ ગ્રંથિની પથરી દરેક પથરી માં અલગ અલગ ડોકટર હોય છે. તો આપણે પિત્તાશયની પથરીની વાત કરીએ તો તેના માટે પેટના ડોકટર અને સર્જન ડોકટર નો સંપર્ક કરવો જરૂરી બને છે.

પિત્તાશય ની પથરી ત્રણ પ્રકારની હોય છેઃ

૧. પિત્તની પથરી

૨. કોલેસ્ટેરોલ ની પથરી

૩. મિક્સ પથરી (પિત્ત અને કોલેસ્ટેરોલ)મોટાભાગે આ પથરીઓ એક હોય અથવા ઘણી બધી સંખ્યા માં હોય શકે છે, આપણને એમ થાય કે એ શું નુક્સાન કરી શકે? આપણે details માં જાણીએ પિત્તાશયની પથરી વિશે..પિત્તાશય નો ચેપ અથવા તેમાં પથરી થાય તો નીચે પ્રમાણે ના લક્ષણો જોવા મળે છે:

૧. પેટમાં ઉપરની બાજુ જમણી તરફ દુઃખાવો થાય

૨. ઊલટી થવી

૩. ઉબકા આવવા

૪. પેટ ભારે થવું

૫. ગેસ/એસિડિટી થવી

૬. કબજિયાત રહેવી

આ બધા લક્ષણો પેટ ના બીજા રોગો માં પણ જોવા મળે છે, પરંતુ સોનોગ્રાફી કરાવી પથરી નું નિદાન કરાવવું જ.પિત્તાશયની પથરી માં દુઃખાવો કેમ થાય છે , તેમાં ચેપ કેમ લાગે છે? કારણકે પાચનની પ્રક્રિયા માં અગત્યનો ભાગ ભજવે છે. પુરુષો કરતાં મહિલાઓમાં પિત્તાશયની પથરી વધુ પ્રમાણમાં જોવા મળે છે, અનુભવ અને રિસર્ચ કહે છે કે સ્ત્રીઓમાં પથરી એક કરતાં વધુ જોવા મળે છે જ્યારે પુરુષોમાં એક કે બે પથરી પણ મોટી જોવા મળે છે. એક કે બે પથરી હોય તો એ પિત્તાશયની નળી આગળ આવી ને ચોંટે તો પિત્ત કે તેના સ્ત્રાવો ને આગળ જવા દેતું નથી અને પિત્તાશય ને મોટું કરે છે અને તેમાં પરું/ઇન્ફેક્શન કરે છે. વધુ પ્રમાણમાં જો પિત્તાશય ફૂલે તો ફાટવાની શક્યતા અને ચેપ પેટમાં ફેલાઈ ને sepsis થવાની શક્યતા રહે છે.એક કરતાં વધુ પ્રમાણમાં પથરી હોય અને તે નાની હોય તો તે પિત્તની નળીમાં થઈ ને પિત્તની મોટી નળી (common bile duct) માં જાય છે, જે પિત્તના સામાન્ય પરિવહનમાં અવરોધ ઊભો કરે છે જેના કારણે લોહી માં પિત્તનું પ્રમાણ વધે છે, જે લીવર માં સોજો, લોહી માં sepsis, કિડની ફેલ, આંતરડામાં અવરોધ, સ્વાદુપિંડ માં સોજો/ચેપ (pancreatitis) વગેરે થઈ શકે છે.ઘણી વાત પિત્તાશય ની પથરી ના કારણે પણ સ્વાદુપિંડ માં સોજો આવવો (gall stone pancreatitis) કે આંતરડાનો અવરોધ (gall stone ileus) ની શક્યતા વધી જાય છે જે જીવલેણ બની શકે છે. સોનોગ્રાફી એ પિત્તાશયની રોગો (ચેપ અથવા પથરી) માટે Gold Standard છે. અન્ય લોહીના રીપોર્ટસ જેવા કે CBC, liver function test and creatinine (કિડની નો રિપોર્ટ) પણ રોગની તીવ્રતા માટે મદદરૂપ બને છે.એકવાર નિદાન થાય કે ચેપ છે, કમળો છે, પથરી છે પછી અલગ અલગ પ્રકારે તેમાં ઑપરેશન કરવામાં આવે છે. પથરી કે તેના ચેપ માટે પિત્તાશય નું ઑપરેશન કરીને પિત્તાશય ને પથરી સાથે કાઢવામાં આવે છે, આ ઑપરેશન ૨ પ્રકારે કરી શકાય છે, ટાંકાવાળું (open) અથવા દૂરબીન થી (Laparoscpoic). Laparoscopic Cholecystectomy (પિત્તાશય નું દૂરબીન થી ઑપરેશન) એ Gold standard ગણાય છે. પરંતુ જો ચેપ વધુ હોય, આંતરડા ચોંટેલા હોય તો ઓપન પદ્ધતિ થી કરવાની જરૂર પડી શકે છે જેથી અન્ય અવયવો ને નુક્સાન ના પહોંચે. પિત્તની મોટી નળી માં પથરી હોય તો પહેલાં દૂરબીન થી (ERCP) કરીને તેને કાઢીને તેમ સ્ટેન્ટ મૂકવામાં આવે છે અને પછી ૪ અઠવાડિયા પછી પિત્તાશય નું ઑપરેશન કરવામાં આવે છે (interval cholecystectomy).જો સ્વાદુપિંડ પર સોજો હોય તો પહેલાં તેને antibiotics અને અન્ય ઇન્જેક્શન વડે ઓછો કર્યા પછી પિત્તાશય નું ઑપરેશન કરવામાં આવે છે. ડાયાબિટીસ ના દર્દીઓમાં પિત્તાશયમાં પરું/ઇન્ફેક્શન (pyocoele ઓફ gall bladder) ni શક્યતા ૮૦-૯૦% હોય છે તેથી તેમણે દવા કે ઇન્જેક્શન થી મટાડવાની રાહ જોવી જોઈએ નહિ, જે જીવલેણ નીવડી શકે છે.

 *નોંધ: પથરી કોઈપણ હોય, ત્વરિત ઉપચાર જ નિવારણ છે.*આ સલાહ DR તપન એ શાહ ના કહેવા મુજબ છે *