બ્રેકિંગ ન્યૂઝ
ડીસા તાલુકા નાં સદરપુર ગામમાં ગામના આગેવાનો તેમજ સરપંચ દ્વારા બનાસ નદી નાં વધામણા કરવામાં આવ્યા
હાલ જોવા જઈએ તો ઉપરવાસ માં પડેલ ભારે વરસાદના નાં કારણે બનાસકાંઠા ની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ માં નવા નીર આવતા હાલમાં ડેમના 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે જેને લઈને બનાસકાંઠા નદી કાંઠા વિસ્તારના ગામોમાં ઠેર ઠેર લોકમાતા બનાસ ના વધામણા જોવા મળી રહ્યા છે
અમિયલ મારી ધરતી કે જેના કણ* *કણમાં ખમીરાત,
બંને કાંઠે વહી રહી છે જો ને, "લોકમાતા બનાસ".
બનાસ પંથકની ગંગા સરીખી અને જીવાદોરી સમાન "બનાસ નદી" જ્યારે બંને કાંઠે વહી રહી છે, ત્યારે તેના નવા નીરના વધામણા કરવા માટે સદરપુર ગામના ઉત્સાહી સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી, તેમજ સૌ સદરપુર ગામના આગેવાનો , લુણપુર અને ભદ્રામલી ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં નદીનું પૂજન કરવામાં આવ્યું અને લોકમાતા પોતાના અવિરત વહેતા પ્રવાહથી સૌજનોનું કલ્યાણ કરતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.
જેમાં સરપંચ શ્રી વનરાજસિંહ સોલંકી દ્વારા ગ્રામ લોકોને નદીના પટમાં નાં જવા માટે સૂચના પણ આપવામાં આવી હતી વધુમાં સરકારી તંત્ર ને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી...