કડીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવક ભાગી જતા વ્યાજખોરોએ તેના ભાઈને નિશાન બનાવ્યો. અવાર નવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી અને તેના પરિવારને ધમકાવતા. બાદમાં ફરિયાદીની જમીનનો 3.60 કરોડમાં સોદો કરી અવેજની રકમ પણ પરત ન કરી વધુ 75 લાખની ઉઘરાણી કરતા ફરિયાદીએ ઝેરી દવા પી મોતને વ્હાલુ કરવાનો પ્રયાસ કર્યો. યુવકને સારવાર અર્થે ખસેડતા પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી 6 શખ્સો સામે ગુનો નોંધી વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી.