રાજ્યમાં આંખના રોગ કન્ઝેકટિવાઈટીસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરેક જિલ્લામાં કન્ઝેકટિવાઈટીસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.હાલ ઘણા જિલ્લા મથકે 1000 કરતા વધુ કેસો નોંધાઇ રહ્યા છે.અમદાવાદ મનપા, ભાવનગર મનપા સહિતના મોટા શહેરોમા આંખના આ રોગના કેસો વધુ જોવા મળી રહ્યા છે. ઉપરા અમરેલી, વડોદરા, ભરુચ, મહેસાણામાં પણ અનેક લોકો આ રોગની ઝપટે ચડી રહ્યા છે. જેને લઈને ઉચ્ચકક્ષાએથી તમામ અધિકારીઓને સુચના આપવામાં આવી છે અને રોગથી બચવા ખાસ આગમચેતી અંગે પગલાં કેવા જણાવાયું છે. રોગના લક્ષણની જો વાત કરવામાં આવે તો આ રોગમાં આખોમાંથી સતત પાણી પડે છે. ઉપરાંત આંખો લાલ કે ગુલાબી દેખાવા લાગે છે. તેમજ આંખોમાં સખત બળતરા અને ખંજવાળ આવવા લાગે છે. વધુમાં અતિશય આંસુ પણ વહેવા માંડે છે અને આંખોમાં સતત ખૂંચવું અને આંખોમાં સોજો આવવો સહિતના આ પ્રકારના રોગના લક્ષણો છે

ગુજરાતમાં કોરોના બાદ નવા ચેપી રોગનો પગ પેસારો 

ગુજરાતમાં નવા રોગનું આગમન થઇ ચુક્યું છે. કોરોના બાદ ફરી નવા ચેપી રોગનો ગુજરાતમાં પગ પેસારો વધી રહ્યો છે. કન્જક્ટિવાઇટિસ નામનો આંખનો રોગ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે. ખાસ કરીને દક્ષીણ ગુજરાતમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જો કે આ રોગ પહેલા પણ હતો જ પરંતુ હાલમાં તે વધુ પ્રસરી રહ્યો છે. પહેલાની દ્રષ્ટીએ અત્યરે ૩ થી 4 ગણા દર્દીઓમાં વધારો થયો છે.

આંખના રોગના મુખ્ય લક્ષણો

આંખ લાલ થઇ જવી

ખંજવાળ આવવી

આંખમાં સતત પાણી વહેવું

આંખોના પાંપણો અને પોપચા ચોંટી જવા

આંખ અસહ્ય દુખવી

આંખમાંથી પરું નીકળી શકે

આંખના રોગથી બચવા શું કરવું જોઈએ

આંખો પર હાથ અડાવવો જોઈએ નહી

હાથને વારંવાર સાબુથી ધોવા જોઈએ

બહાર જતી વખતે આંખોને વારંવાર અડકવું નહી

જરૂર વિના જાહેર સ્થળો પર જવું નહી

ચેપ ગ્રસ્ત વ્યક્તિથી દુર રહેવું

રોગ ફેલાવવાનું કારણ

હવામાનમાં થતા ફેરફારના કારણે અલગ અલગ રોગ આવતા જ હોય છે. જયારે હાલમાં વધુ પડતા વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં પાણી ભરાય છે.વધુ પડતા પાણીના કારણે સમગ્ર વાતાવરણમાં ભેજ જોવા મળે છે. વાતાવરણના ભેજના કારણે આંખ આવવાનો રોગ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુખ્યત્વે આ રોગ હવામાન અને પ્રદુષિત પાણીના કારણે ફેલાઈ રહ્યો છે. જેથી હાલમાં બહારનું બજારનું ખાવાનું ટાળવું જોઈએ. મહત્વની વાત એ છે કે પહેલા આ રોગમાં સારું થવામાં દર્દીને 15 થી 20 દિવસનો સમય લાગતો હતો. પરંતુ હાલમાં આ રોગમાં પહેલાની દ્રષ્ટીએ દર્દી ઝડપથી સાજો થઇ રહ્યો છે.